હોય ભલે પાસેને પાસે ને સાથેને સાથે, મળી ના શકો તમે જો એને
મજબૂરી, આ તો કેવી મજબૂરી, મજબૂરી વિના, બીજું એને તો શું ગણવી
મજબૂરી, મજબૂરી, મજબૂરી, આના વિના, બીજા કોને કહેવી કે ગણવી મજબૂરી
હોય પ્યાસ ઘણી લાગી, હોય ભર્યું પાણી, પી ના શકો તમે તો એ પાણી
રોગનું નિદાન લીધું જાણી, લીધી દવા એની જાણી, દવા હાથમાં ના આવી
હોય કરવું કામ બહુ જરૂરી, હોય અશક્તિ એમાં આપણી તો ના અજાણી
દિલ ચિરાતું હોય સાંભળી વાણી, હરફ પણ ના ઉચ્ચારી શકીએ ઉચ્ચારી
હોય ના છોડીને બધું તો જાવું, હોય એ જરૂરી, સમજાવી ના શકીએ એ સ્થિતિ
આંખ સામે દેખાય બાજી તો પલટાતી, શકીએ ના જીવનમાં એને તો અટકાવી
આપણાને આપણાં જીવનમાં બની જાય આપણા વેરી, કરી ના શકીએ સામનો દિલથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)