આવતાને આવતા જાશે પ્રસંગો જીવનમાં, બનાવો બનતાને બનતા જાશે
એક એક પ્રસંગો આવશે જીવનમાં, પ્રસંગો આગલા એ તો ભુલાવી જાશે
બનાવો ને બનાવો બનતા જાશે જીવનમાં, આગલા બનાવો એ ભુલાવી જાશે
સંબંધો ને સંબંધો નવા નવા બંધાતા જાશે, સંબંધો જૂના એ તો ભુલાવી જાશે
દિવસો ને દિવસો નવા તો આવશે, દિવસો જૂના એ તો ભુલાવી જાશે
યાદો ને યાદો જ્યાં નવી જાગશે, યાદો જૂની એમાં તો ભુલાવી જાશે
નવા ને નવા ચહેરા મળશે જ્યાં જોવા, જૂના ચહેરા એમાં એ તો ભુલાવી જાશે
પળેપળ તો નવીને નવી આવશે, જૂની પળો એમાં એ તો ભુલાવી જાશે
નવી ને નવી વાતો જ્યાં ફેલાવી જાશે, જૂની વાતો એમાં એ તો ભુલાવી જાશે
નવા ને નવા દુઃખો જીવનમાં જ્યાં આવશે, જૂના દુઃખો એમાં એ તો ભુલાવી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)