સ્વભાવે નચાવ્યા જીવનમાં તો સહુને, સ્વભાવની દરકાર કોણે કરી છે
ગાંડા ને દિવાનાના શબ્દોની તો જગમાં, જગમાં, દરકાર કોણે કરી છે
ભરેલુંને ભરેલું હોય પાસે ઘણું, થાય થોડું એમાંથી ખાલી, દરકાર કોણે કરી છે
ગરીબીને ગરીબીમાં રહ્યાં હોય જીવી, ગરીબાઈની એમાં, દરકાર કોણે કરી છે
ખાતા ને ખાતા રહે ગાળો જીવનમાં, મળે ગાળ એક વધુ, દરકાર કોણે કરી છે
બોજાને બોજા પડે કરવા સહન, પડે ઊંચકવો વધુ એક બોજો, દરકાર કોણે કરી છે
સડોને સડો ગયો વધતો, અટકાવ્યો ના જ્યાં એને જીવનમાં, દરકાર કોણે કરી છે
રોગ ને રોગ ગયો વધતોને વધતો, દવા કરી ના જ્યાં એની, દરકાર કોણે કરી છે
વાતો ને વાતો ગઈ ફેલાતીને ફેલાતી, કરી ના કોશિશ અટકાવવાની, દરકાર કોણે કરી છે
મળ્યું જીવનમાં જે ગણી આવડત એમાં એની રહ્યાં વંચિત આવડતથી, દરકાર કોણે કરી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)