દુઃખદર્દને લઈ લઈ, જગમાં જ્યાં ને ત્યાં તું શાને રડે છે
દુઃખદર્દને તમાશા જીવનમાં તું, શાને ને શાને બનાવે છે
રાખ્યો ના ખાલી કોઈ ખૂણો જગમાં તેં તો રડવાને
ખૂણા જીવનમાં હવે તું જગમાં શાને ગોતતો ફરે છે
પી નથી શક્યો જીવનમાં આંસુઓ તો જીવનમાં તો તું તારા
જીવનમાં ફરિયાદ હવે એની, શાને તું કરતોને કરતો ફરે છે
રહેશે જગમાં તો સહુ, જોતાંને જોતાં તો તને
શાને જીવનમાં રે તું, તમાશાને તો પાત્ર બને છે
બે શબ્દો જીવનમાં સાંત્વનાના તો સાંભળવા કાજે
શાને દુઃખદર્દના ઘા તો તારા, સહુની સામે ખુલ્લાં કરે છે
કરી ના શક્યો દૂર જીવનમાં, અંતરનું દુઃખ તો તારું
દિલાસાના બે શબ્દ કાજે, તારી જાતને શાને તું નીચી પાડે છે
પ્રભુ જેવો બેઠો છે, તારા અંતરમાં તો એનો સાક્ષી બનીને
જ્યાં ત્યાં જીવનમાં, જગમાં તું દુઃખે જ્યાં ત્યાં શાને રડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)