Hymn No. 6572 | Date: 20-Jan-1997
|
|
Text Size |
 |
 |
1997-01-20
1997-01-20
1997-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16559
પૂછશો ના પ્રભુ, મને તમે, જીવનમાં મને, શું ગમે કે શું ના ગમે
પૂછશો ના પ્રભુ, મને તમે, જીવનમાં મને, શું ગમે કે શું ના ગમે હર વાત ને હર પળમાં, તારી હાજરી ગમે, તારા વિનાનું સ્વર્ગ પણ ના ગમે કામિયાબીની કંટકભરી રાહ પણ ગમે, નાકામિયાબીની ફૂલવારી ના ગમે પ્યારભર્યા કર્કશ શબ્દ પણ ગમે, છુપા ઝૅર ભરેલા મીઠા શબ્દો ના ગમે પ્રેમાળ પ્રેમથી ભરેલું મુખડું તારું ગમે, ક્રોધિત રૂપ તારું, ખયાલમાં પણ ના ગમે જીવનમાં નીત્ય તારો સહવાસ ગમે, તારા વિનાનો સુખભર્યો કારાવાસ ના ગમે મારા વિચારોમાં પ્રભુ તું ને તું રહે એ ગમે, તારા વિનાના વિચારો ના ગમે સત્યનો સાથ ને સથવારો તો ગમે, અસત્યથી મેળવેલ જિત ના ગમે મારા ભાગ્યની ચાવી પ્રભુ તને સોંપવી ગમે, ચાવી ભાગ્યની કોઈને સોંપવી ના ગમે સરળતા ભરી સાહસની જિંદગી ગમે, કરે પ્રભુ તું કસોટી આકરી એ ના ગમે તારા વિચારોને ધ્યાનમાં ગુમાવ્યું ભાન ગમે, માયામાં ને માયામાં રહેવું ડૂબ્યા ના ગમે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
puchhasho na prabhu, mane tame, jivanamam mane, shu game ke shu na game
haar vaat ne haar palamam, taari hajari game, taara vinanum svarga pan na game
kamiyabini kantakabhari raah pan game, nakamiyabini phulavari na game
pyarabharya karkasha shabda pan game, chhupa jaૅra bharela mitha shabdo na game
premaal prem thi bharelum mukhadu taaru game, krodhita roop tarum, khayalamam pan na game
jivanamam nitya taaro sahavasa game, taara vinano sukhabharyo karavasa na game
maara vicharomam prabhu tu ne tu rahe e game, taara veena na vicharo na game
satyano saath ne sathavaro to game, asatyathi melavela jita na game
maara bhagyani chavi prabhu taane sompavi game, chavi bhagyani koine sompavi na game
saralata bhari sahasani jindagi game, kare prabhu tu kasoti akari e na game
taara vicharone dhyanamam gumavyum bhaan game, maya maa ne maya maa rahevu dubya na game
|