Hymn No. 6574 | Date: 21-Jan-1997
|
|
Text Size |
 |
 |
1997-01-21
1997-01-21
1997-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16561
હસતાને હસતા, રાખજો જીવનમાં, અમને રે વિધાતા
હસતાને હસતા, રાખજો જીવનમાં, અમને રે વિધાતા હરી લેજો જીવનના દુઃખો બધા, અમારા રે વિધાતા આવે દુઃખના ડુંગરો જીવનમાં, કરજો હળવા, એને રે વિધાતા આગળ વધવાના, ખુલ્લા રાખજો રસ્તા અમારા રે વિધાતા શક્તિને શક્તિ, જીવનમાં અમારી, હરી ના લેજો રે વિધાતા કદમ કદમ પર અમારા, વાવજો ના કાંટા, તમે રે વિધાતા એકલવાયા ને એકલવાયા, જીવનમાં પાડી ના દેજો, અમને રે વિધાતા જીવનમાં જીવનથી વિમુખ કરી ના દેજો, અમને રે વિધાતા કરો છો ભલે અમારા કર્મો મુજબ, કર્મો પર રહેમ કરજો રે વિધાતા અમારા અવળા કર્મો પર, હળવાશથી જોજો તમે રે વિધાતા પથ ભૂલેલા જગમાં હતાં અમે, પથ પર ચડાવી દેજો રે વિધાતા ત્રાસ્યા છીએ કર્મોથી અમે અમારા, પ્રભુ સાથે મળવા દેજો રે વિધાતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hasatane hasata, rakhajo jivanamam, amane re vidhata
hari lejo jivanana duhkho badha, amara re vidhata
aave duhkh na dungaro jivanamam, karjo halava, ene re vidhata
aagal vadhavana, khulla rakhajo rasta amara re vidhata
shaktine shakti, jivanamam amari, hari na lejo re vidhata
kadama kadama paar amara, vavajo na kanta, tame re vidhata
ekalavaya ne ekalavaya, jivanamam padi na dejo, amane re vidhata
jivanamam jivanathi vimukha kari na dejo, amane re vidhata
karo chho bhale amara karmo mujaba, karmo paar rahem karjo re vidhata
amara avala karmo para, halavashathi jojo tame re vidhata
path bhulela jag maa hatam ame, path paar chadaavi dejo re vidhata
trasya chhie karmothi ame amara, prabhu saathe malava dejo re vidhata
|