1985-07-08
1985-07-08
1985-07-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1657
અજબ બન્યું છે મિશ્રણ, કામ-ક્રોધ-લોભ-મોહ-મત્સર
અજબ બન્યું છે મિશ્રણ, કામ-ક્રોધ-લોભ-મોહ-મત્સર
એકસાથે ભેગા થઈને, પજવે મને એ નિરંતર
એક-એક હોય તોય એની શક્તિ છે બહુ ભયંકર
સાચી શક્તિ આપણી દબાઈ છે, એની નીચે ભયંકર
જાગ્રત કરવા એને, સદા નાશ કરજો એનો સદંતર
એના વાયરા વાય છે જ્યારે, ત્યારે છે એ ભયંકર
આ યુદ્ધ સદા રહ્યું છે ચાલી, વીત્યા છે મન્વંતર
કોઈ વિરલા પાર ઊતર્યા, `મા' ની કૃપા થઈ જેના ઉપર
એની લીલા છે લોભામણી, રૂપ ધરે છે બહુ મનોહર
ફસાઈને જે ડૂબ્યા એમાં, તરફડે છે બહુ ભયંકર
બચવા એમાં સદા સાધજો, `મા' નું શરણું નિરંતર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અજબ બન્યું છે મિશ્રણ, કામ-ક્રોધ-લોભ-મોહ-મત્સર
એકસાથે ભેગા થઈને, પજવે મને એ નિરંતર
એક-એક હોય તોય એની શક્તિ છે બહુ ભયંકર
સાચી શક્તિ આપણી દબાઈ છે, એની નીચે ભયંકર
જાગ્રત કરવા એને, સદા નાશ કરજો એનો સદંતર
એના વાયરા વાય છે જ્યારે, ત્યારે છે એ ભયંકર
આ યુદ્ધ સદા રહ્યું છે ચાલી, વીત્યા છે મન્વંતર
કોઈ વિરલા પાર ઊતર્યા, `મા' ની કૃપા થઈ જેના ઉપર
એની લીલા છે લોભામણી, રૂપ ધરે છે બહુ મનોહર
ફસાઈને જે ડૂબ્યા એમાં, તરફડે છે બહુ ભયંકર
બચવા એમાં સદા સાધજો, `મા' નું શરણું નિરંતર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ajaba banyuṁ chē miśraṇa, kāma-krōdha-lōbha-mōha-matsara
ēkasāthē bhēgā thaīnē, pajavē manē ē niraṁtara
ēka-ēka hōya tōya ēnī śakti chē bahu bhayaṁkara
sācī śakti āpaṇī dabāī chē, ēnī nīcē bhayaṁkara
jāgrata karavā ēnē, sadā nāśa karajō ēnō sadaṁtara
ēnā vāyarā vāya chē jyārē, tyārē chē ē bhayaṁkara
ā yuddha sadā rahyuṁ chē cālī, vītyā chē manvaṁtara
kōī viralā pāra ūtaryā, `mā' nī kr̥pā thaī jēnā upara
ēnī līlā chē lōbhāmaṇī, rūpa dharē chē bahu manōhara
phasāīnē jē ḍūbyā ēmāṁ, taraphaḍē chē bahu bhayaṁkara
bacavā ēmāṁ sadā sādhajō, `mā' nuṁ śaraṇuṁ niraṁtara
|
|