Hymn No. 6585 | Date: 27-Jan-1997
|
|
Text Size |
 |
 |
કંકાસ, કંકાસ, કંકાસ, દૂર રાખજે કંકાસને, કરતો ના ઊભો તું કંકાસ
Kankas, Kankas,Kankas, Dur Rakhje Kankasne, Karto Na Ubho Tu Kankas
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
કંકાસ, કંકાસ, કંકાસ, દૂર રાખજે કંકાસને, કરતો ના ઊભો તું કંકાસ પ્રગતિ જીવનમાં, જાશે તારી રૂંધાઈ, સાધી ના શકીશ, એમાં તું વિકાસ પ્રવેશ્યો કંકાસ જ્યાં જીવનમાં, રહેશે ને બનશે જીવનમાં તું ઉદાસ બની ગયો જ્યાં કંકાસનો તું દાસ, ગુમાવીશ જીવનનો તો તું પ્રકાશ ડૂબતોને ડૂબતો જઈશ જીવનમાં, કંકાસમાં, ખટકશે સહુનો તો સહવાસ સાથ ના દેશે જીવનમાં તો કોઈ તને, ઊભો કરતો રહીશ તું કંકાસ રે કંકાસ જીવન છે, સહપ્રવાસીઓ સાથેનો પ્રવાસ, પડીશ એકલો, કરતો રહીશ કંકાસ મારતો ના ને કરતો ના, જીવનમાં તો તું, ખોટી ડંફાસ કે કંકાસ હર પ્રયાસના હેઠા પાડશે તાર, ઊભા કરતો રહેશે જો તું કંકાસ કંકાસને કંકાસ તો જીવનમાં, લાવશે ને કરશે ઊભી એ તો કડવાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|