છૂટયા તમારી નજરોમાંથી જ્યાં પ્રેમબાણ, બેકાબૂને બેકાબૂ અમને એ બનાવી ગયા
બેકાબૂને બેકાબૂ અમને જીવનમાં, એમાં તો બેકાબૂને બેકાબૂ બનાવી ગયા
બનાવી ગયા ઘાયલ અમને, એવા, સાન ભાન બધું અમારું ભુલાવી ગયા
નીરખી ના શક્યા અમે બીજું કાંઈ, પાગલ અમને એમાં તો બનાવી ગયા
વસી ગયા નજરમાં તમે એવા તત્કાળ, સૂધબૂધ બધી અમારી એ ભુલાવી ગયા
કાઢી ના શક્યા અમે અમારું માપ, તોલ માપ અમારા એમાં તો બદલાઈ ગયા
તમારીને તમારી મૂર્તિનું, અનેક રંગીન ખ્વાબ, એ તો એમાં એ રચાવી ગયા
દૂરને પાસેના ખયાલો બધા, એમાંને એમાં અમને એ તો ભુલાવી ગયા
લાંગરી નૌકા એમાં અમારી ક્યાં, સૂધબૂધ અમારી બધી એ ભુલાવી ગયા
થાતી રહી વર્ષા પ્રેમબાણની એવી, બની સ્થિર એમાં, એમાંને એમાં એને ઝીલી રહ્યાં
આવ્યા ક્યારે કે ગયા તમે ક્યારે, ભાન એમાં એનું તો ના રાખી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)