Hymn No. 6587 | Date: 27-Jan-1997
|
|
Text Size |
 |
 |
છીએ મૂરઝાયેલા ફૂલ અમે, સમજી અમને એવા, પગ નીચે તમારા, કચડી નાંખતા ના
Chiye Murjhayela Phul Ame, Samji Amane Aeva, Pag Niche Tamara, Kachdi Nakhata Na
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
છીએ મૂરઝાયેલા ફૂલ અમે, સમજી અમને એવા, પગ નીચે તમારા, કચડી નાંખતા ના વાત જાણશો જ્યાં તમે અમારી, બે આંસું પાડયા વિના તમે રહેશો ના ખીલેલા પુષ્પો હતા તો અમે, તમારા મિલન વિના, મૂરઝાયા વિના રહ્યાં ના મિલન તો હતી સંજીવની અમારી, બની કિસ્મત ના હાથા, તમે અમને એ પીવરાવ્યા ના જોઈ જોઈ રાહ અમે તમારી, તમારા વિરહમાં તડપી, મૂરઝાયા વિના અમે રહ્યાં ના જાણેઅજાણ્યે હતા કારણ એનું તમે, જાણતા એ તમે, અફસોસ કર્યા વિના રહેશે ના આશાને આશામાં ખીલ્યા અમે, નીરાશાના જળ પીધા અમે, મૂરઝાયા વિના અમે રહ્યાં ના કચડી નાંખો તો, કચડજો ગણીને તમારા, એ વિના અમને તમે, કચડશો ના કચડાતા મળશે ચરણોના સ્પર્શ તમારા, ધન્ય અમને ગણ્યા વિના રહેશું ના થાશે સ્પર્શ જ્યાં ચરણનો તમારો, હૈયાંમાં તમારા, પ્રવેશ્યા વિના રહેશું ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|