Hymn No. 6588 | Date: 27-Jan-1997
|
|
Text Size |
 |
 |
હૈયું અનુભવે છે હાજરી, આંખ નીરખે તમને, વિશ્વાસ તોયે કેમ બેસતો નથી
Haiyyu Anubhave Che Hajri, Aankh Nirkhe Tamne, Vishwas Toye Kem Besto Nathi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
હૈયું અનુભવે છે હાજરી, આંખ નીરખે તમને, વિશ્વાસ તોયે કેમ બેસતો નથી પ્રભુ છે આ તારી કેવી રે ચાલ, અમને એમાં તો કાંઈ એ સમજાતું નથી રાહ જોઈ તમારી, રાજી ના થયા તમે, બદલી કેમ તમારી ચાલ, એ સમજાતું નથી પળેપળે આવ્યાના વાગ્યા ભણકારા, હતું એ આગમનનું સૂચન, એ સમજાતું નથી આંખ મિંચીયે, રાખીયે ખુલ્લી પડે ના ફરક જરાય, સ્થિતિ અમારી કહી શકાતી નથી વીત્યો સમય કે વીત્યો કેટલો કાળ, ગણતરી એની, અમારી પાસે તો નથી હટી ગયા, બધા સુખદુઃખના ખ્યાલ, ત્યાં આનંદ વિના બીજુ તો કાંઈ નથી ક્ષણમાં રૂપ દખાય ને ઓઝલ થાય, બેચેન અમને બનાવી જાય, એ કહેવાતું નથી લાયકાત નથી અમારી કાંઈ, કૃપા વિના બીજું કાંઈ ના ગણાય, એ સમજાતું નથી કર્યું તમે એકવાર, કરજો આવું વારંવાર, આવું કહ્યાં વિના તમને, રહેવાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|