અવસર દીધો જીવનમાં પ્રભુએ તને તો જે, જો એ તું ચૂકી જાશે
ચૂકશે અવસર જીવનમાં જ્યાં તું, કિસ્મત જીવનમાં તને ફોલી ખાશે
દુર્ભાગ્ય મોઠું ખોલીને ઊભું છે, જીવનમાં, કરવા કોળિયો રાહ ના જોશે
કરીને ઉપયોગ પૂરો એનો, જીવનમાં તો તું, પ્રભુને પામી શકશે
વિચારવામાંને વિચારવામાં, જીવનમાં જોજે ના તું ચૂકી જાતો
એકને એક અવસર આવશે ના ફરી જીવનમાં, સમયવર્તી પકડી લેજે
અવસર જો ચૂકીશ, તો જીવનમાં અવસર ઊભા તો કરવા પડશે
અવસર વિનાનો અવસર, જીવનમાં ના કાંઈ એ શોભી ઊઠશે
આવેલા અવસરને જીવનમાં, જીવનમાં ના એને સરકી જવા દેતો
અવસર તો છે પ્રભુનું નજરાણું, કરવો ઉપયોગ ભૂલી ના જાતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)