પહોંચશે, પહોંચશે, જાગ્યા હૈયાંમાં પ્રેમના વલયો, પ્રભુ તમારામાં એ પહોંચશે
જગાવી છે ભાવની ઊર્મિઓ, તમારા વિના પ્રભુ જગમાં કોણ એને ઝીલશે
મચી ગઈ છે હલચલ જે હૈયાંમાં, તમારા વિના શાંત બીજું કોણ એને કરશે
જોઈ છે રાહ તમેને તમે પ્રભુ, તમારા વિના રાહ બીજું તો કોણ જોશે
પાસે ને પાસે તો છો, તમે પ્રભુ, તમારા વિના પાસેને સાથે કોણ રહેશે
કર્યું અર્પણ જે તમને ને તમને, જરૂર તમને ને તમને તો એ પહોંચશે
જગના કોઈ ભી સ્વરૂપનું કરીશ ભાવભર્યું વંદન તને, તને એ પહોંચશે ને પહોંચશે,
ભેદ હટયા ના જો હૈયેથી, છૂપું રહેશે ના તારાથી, પ્રભુ વાત એ તને પહોંચશેને પહોંચશે
કરશું નજર સ્થિર, જ્યાં એક ચિત્ત થઈને, એ નજર તને પહોંચશેને પહોંચશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)