થાતાને થાતા રહ્યાં હેરાન જીવનમાં, જીવનમાં ઘણું, ઘણું ઘણું વધારીને
હારી ગયા બાજી જીવનમાં, જીવનમાં ચિંતાઓ ઘણી, ઘણી, ઘણી વધારીને
વધી ના શક્યા આગળ જીવનમાં, ગેરસમજ ઘણી, ઘણી, ઘણી વધારીને
કોઈ કામ જીવનમાં પાર ના પાડી શક્યા, આળસ ઘણું, ઘણું ઘણું વધારીને
સુખની સરહદ સુધી ના પહોંચી શક્યો જીવનમાં, દુઃખ ઘણું, ઘણું ઘણું વધારીને
નીસરણી વિશ્વાસની જીવનમાં ના ચડી શક્યો, શંકાઓ ઘણી, ઘણી ઘણી વધારીને
પ્રેમના સાગરમાં નિઃસંકોચ ના તરી શક્યો, લોભ લાલચ ઘણી, ઘણી ઘણી વધારીને
થઈ ના શક્યા ને રહી ના શક્યા રાજી જીવનમાં, અસંતોષ ઘણો, ઘણો ઘણો વધારીને
જોઈ ના શક્યા રાહ જીવનમાં તો એની જીવનમાં, ઇંતેઝારી, ઘણી, ઘણી ઘણી વધારીને
થાક્યા જીવનમાં અમે તો ઘણાં ઘણાં, જીવનમાં ઘણું, ઘણું ઘણું વધારીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)