Hymn No. 173 | Date: 12-Jul-1985
|
|
Text Size |
 |
 |
1985-07-12
1985-07-12
1985-07-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1662
સાદ પાડી `મા' તું બોલાવ, આવવું છે `મા' તારી પાસે
સાદ પાડી `મા' તું બોલાવ, આવવું છે `મા' તારી પાસે અંતરના ચક્ષુ તું ખોલાવ, આવવું છે `મા' તારી પાસે નથી તૈયારી મેં તો કંઈ કીધી, તારી પાસે આવવા હઠ મેં તો લીધી જગતની જંજાળ, સર્વે તું છોડાવ, આવવું છે `મા' તારી પાસે દિન પર દિન વિતાવવા, લાગે છે ઘણા આકરા ઊના ઊના શ્વાસો ના લેવરાવ, આવવું છે `મા' તારી પાસે તારા દર્શન વિના `મા', ચેન નથી પડતું ક્યાંય હવે `મા' વધુ ના રડાવ, આવવું છે `મા' તારી પાસે ઝંખના આ સદાયે `મા', તારા બાળકે કરી છે તારો પ્રેમાળ હાથ માથે ફેરાવ, આવવું છે `મા' તારી પાસે
https://www.youtube.com/watch?v=cQX_o2V8me0
Satguru Shri Devendra Ghia (Kaka)
સાદ પાડી `મા' તું બોલાવ, આવવું છે `મા' તારી પાસે અંતરના ચક્ષુ તું ખોલાવ, આવવું છે `મા' તારી પાસે નથી તૈયારી મેં તો કંઈ કીધી, તારી પાસે આવવા હઠ મેં તો લીધી જગતની જંજાળ, સર્વે તું છોડાવ, આવવું છે `મા' તારી પાસે દિન પર દિન વિતાવવા, લાગે છે ઘણા આકરા ઊના ઊના શ્વાસો ના લેવરાવ, આવવું છે `મા' તારી પાસે તારા દર્શન વિના `મા', ચેન નથી પડતું ક્યાંય હવે `મા' વધુ ના રડાવ, આવવું છે `મા' તારી પાસે ઝંખના આ સદાયે `મા', તારા બાળકે કરી છે તારો પ્રેમાળ હાથ માથે ફેરાવ, આવવું છે `મા' તારી પાસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saad padi 'maa' tu bolava, aavavu che 'maa' taari paase
antarana chakshu tu kholava, aavavu che 'maa' taari paase
nathi taiyari me to kai kidhi, taari paase avava haath me to lidhi
jagat ni janjala, sarve tu chhodava, aavavu che 'maa' taari paase
din paar din vitavava, laage che ghana akara
una una shvaso na levarava, aavavu che 'maa' taari paase
taara darshan veena `ma', chena nathi padatum kyaaya
have 'maa' vadhu na radava, aavavu che 'maa' taari paase
jankhana a sadaaye `ma', taara balake kari che
taaro premaal haath maathe pherava, aavavu che 'maa' taari paase
|
|