Hymn No. 6642 | Date: 23-Feb-1997
|
|
Text Size |
 |
 |
સીમા બાંધી લેજો, સીમા બાંધી લેજો, એની સીમા તમે તો બાંધી લેજો હરેક ચીજને હોય છે એની રે સીમા, હરેક ચીજની સીમા તમે આંકી લેજો હર સીતમને હોય છે એની રે સીમા, એની સીમા તમે તો આંકી લેજો વિચારોને પણ છે એની રે સીમા, એની સીમા તો, જીવનમાં તમે બાંધી દેજો ક્રોધને પણ હોય છે એની રે સીમાં, એને સીમા બહાર તમે ના જાવા દેજો લોભ લાલચને રાખજો તમે સીમામાં, એને સીમા બાહર ના જાવા દેજો સ્વાર્થને સીમામાં બાંધી દેજો, એને સીમાં બહાર ના તમે તો જાવા દેજો બાંધતા બાંધતા સીમા સહુની, સીમા રહિત તમે એમાં તો પામી લેજો છે પ્યાર તો સીમા રહિત, જીવનમાં તમે એને તો સાચો જાણી લેજો વિશ્વાસને રાખજો સીમા રહિત, ના એને કોઈ સીમામાં તમે બાંધી દેજો પ્રભુ પણ છે સીમા રહિત, કાં એને સીમામાં ખેંચી લેજો, કાં એની સીમામાં પહોંચી જાજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|