નજર નજર તો તારી, રહી છે એ તો બોલી, કરી રહી છે એ શિકાયત મારી
મળી અણમોલ તને જિંદગાની, વ્યર્થ વાતોમાં તેં ગુમાવી, કરી ના કદર તે તો એની
રહ્યો વ્યસ્ત તું માયામાં, રહ્યો મસ્ત તું એમાં, જરાય ફુરસદ ના એમાંથી તેં કાઢી
આરંભે આરંભે રહીને તો શૂરો, આળસમાં સરી જવાની, આદત ના તારી બદલાણી
કરી કરી કરી, કર્યું જિંદગીમાં તો તેં એવું, મોડે મોડે, ભૂલ તને મારી સમજાણી
નથી પાસે સમય તો તારી, જીવનમાં તો છે બાકી, મંઝિલની વાટ તો લાંબી
હિસાબ વિનાની તો છે આદતો તો તારી, હવે ગઈ છે બની, બેડી એ તો તારી
ભૂલોને ભૂલો રહ્યો છે કરતો તો તું જીવનમાં, કતાર એની તો છે બહુ લાંબી
ગયો છે તારોને મારો નાતો તો તું ભૂલી, કરે છે ફરિયાદો તોયે તું તો મોટી
માંડી નથી કેમ શક્તો તું જીવનમાં, મારી નજરથી તો, નજર તું તો તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)