નાની અમથી મારી નગરીમાં મચ્યો બહુ શોર
ચોકીઓ કંઈક વટાવી, ક્યાંથી પેઠો ભક્તિ કેરો ચોર
કામના કેરો કોટ છે ઊંચો, લોભ તો ઘૂમે ચારેકોર
આ ચોકી કુદાવી, નગરીમાં પેઠો ભક્તિ કેરો ચોર
દ્વંદ્વ ત્યાં રચાઈ ગયું મોટું, મચ્યો એનો બહુ શોર
ક્રોધ ગરમ થઈને, ભરવા લાગ્યો ભક્તિને નહોર
ભક્તિએ શાંત કીધો એને, પ્રેમજળ છાંટી ચારેકોર
અહંકારે અડ્ડો જમાવ્યો, ખસેડવા ભક્તિ કરે જોર
મોહે એની જાળ બિછાવી, ભક્તિએ સંભાળી લીધો દોર
એક-એક છૂટતા ગયા, તૂટ્યું મદ, મત્સરનું પણ જોર
શ્રદ્ધા ધીરજે સાથ પુરાવી, બદલાયું વાતાવરણ ચારેકોર
સહનશીલતાએ સહન કરી, સાથ દીધો બહુ અણમોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)