કરવાં છે દર્શન પૂનમના જ્યાં, રાહ પૂનમની તો જોવી પડશે
હથેલીમાં ચાંદ બતાડનારાના, જીવનમાં દર્શન તને તો મોંઘા પડશે
પૂનમ તો છે, ચંદ્રના ખુલ્લા દિલનો પ્રકાશ, ખુલ્લા દિલની જરૂર પડશે
ચાંદના ખુલ્લા દિલની મોકળાશમાં મહાલવા, ખુલ્લા દિલની જરૂર પડશે
અનુભવવા શીતળતા તો એની, હૈયાંની ગરમી તો દૂર કરવી પડશે
કરવા છે દર્શન તો જ્યાં એના, આંખ ખુલ્લી એમાં તો રાખવી પડશે
નીરખી નીરખી ચંદ્રને, શીતળતા તો ચંદ્રની, હૈયાંમાં તો ભરવી પડશે
દિવસે દિવસે દર્શનની વધારી ઇંતેજારી, દર્શન પૂનમના તો કરવા પડશે
ઉત્તરોત્તર હૈયાંના અમાસનો અંધકાર દૂર કરી ઉત્તરોત્તર તેજ પૂનમનું ભરવું પડશે
રાખીશ સંઘરી હૈયાંમાં અંધકાર અમાસનો, તેજ પૂનમનો ક્યાંથી ઝીલી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)