|
View Original |
|
તારા દિલની દિલાવરી તો જોઈ, તારી કરૂણા ભી જીવનમાં તો જોઈ
અરે ઓ જગતના તારણહાર, તોય તારી જોડી બીજી જીવનમાં ના જોઈ
તારા નયનોમાંથી તો વહેતીને વહેતી, પ્રેમની સરિતા તો જોઈ
તારા નયનોમાંથી તો વહેતી ને સ્પર્શતી કલ્યાણની ભાવના જોઈ
તારા નયનોમાં તારા હૈયાંની વિશાળતાની વાડી તો જોઈ
તારા નયનોમાંથી તારા હૈયાંની કોમળતા નીતરતી તો જોઈ
તારા નયનોમાંથી પાપીઓને બાળતી, ભભૂકતી જ્વાળા તો જોઈ
તારા નયનોમાંથી તો સદા વહેતી આનંદની તો ધારા તો જોઈ
તારા નયનોમાંથી નીકળતી તો પ્રકાશના તેજની ધારા તો જોઈ
તારા નયનોમાંથી, પ્રેમની અમૃતમય ધારા તો વહેતી તો જોઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)