તૈયાર ભાણે તને જે મળ્યું, કર્મોએ તને તે દીધું, ભાગ્ય તેને તેં ગણ્યું
કરવી પડશે મહેનત, જાળવવા તો એને, જીવતર નહીંતર તો એળે ગયું
અણગમતા કર્મો, રહેશે ખેંચતા જીવનને, પુરુષાર્થથી પડશે એની સામે પડવું
આવશે જીનવમાં કંઈક લપસણી ધરતી, પડશે પુરુષાર્થથી એની સામે ટકવું
રડાવશે કે હસાવશે જીવનમાં તને, તારાને તારા કર્મો, કર્મોથી તો, શાને ડરવું
ગમ્યું ના જો તને ભાગ્ય તારું, કરી પુરુષાર્થ એવા, પડશે તારે એને ઘડવું
નથી કાંઈ તું પાંગળો, કરવા પુરુષાર્થ છે તું મોકળો, પડે છે ભાગ્યથી શાને રડવું
ઘડયું છે જીવન જ્યારે કર્મોએ, કરી કર્મો, પડશે કર્મો પર અંકુશ મેળવવું
કર્મોની આ ધરતી પર, પડશે કર્મોમાં જીવવું, ને પડશે કર્મોથી કર્મો સામે લડવું
કર્મોએ તો જે દીધું, પડશે કરી કર્મો, એનાથી જીવનને તારા તો બદલવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)