Hymn No. 6670 | Date: 10-Mar-1997
|
|
Text Size |
 |
 |
1997-03-10
1997-03-10
1997-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16657
હરેક વાત કહું તને ક્યાંથી, ડર મને લાગે છે, ડર મને લાગે છે
હરેક વાત કહું તને ક્યાંથી, ડર મને લાગે છે, ડર મને લાગે છે કહી નથી શક્યો હું વાત મારી, મારી વાતનો તો ડર મને લાગે છે કાઢીશ અર્થ એમાંથી તો બીજો, એ વાતનો તો ડર મને લાગે છે બની છે જે રીતે, સ્વીકારી શકીશ કે નહી તું એને, ડર મને એનો લાગે છે છુપાઈ જાઉં છું અન્યથી, એ ભળવા દેતો નથી અન્યથી, ડર મને એનો લાગે છે હરેક ક્ષણે રહ્યું છે હૈયું કોતરતું એ તો મારું, અટકશે ક્યાં, ડર મને એનો લાગે છે હૈયાંમાં આનંદનું કિરણ જાગે છે, પ્રભાત પહેલાં છવાશે જો અંધારું, ડર મને એનો લાગે છે રોકી ના શક્યો કિસ્મતને મારા, જાશે ઘસડી મને એ ક્યાં, ડર મને એનો લાગે છે છવાયું છે શું બુઝદીલપણું મારામાં, મળી જાશે શું એ મારામાં, ડર મને એનો લાગે છે પ્રભુ અવાજ દેતો નથી તું શાને, હશે ભૂલ કોઈ મારી, એ વાતનો, ડર મને લાગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hareka vaat kahum taane kyanthi, dar mane laage chhe, dar mane laage che
kahi nathi shakyo hu vaat mari, maari vatano to dar mane laage che
kadhisha artha ema thi to bijo, e vatano to dar mane laage che
bani che je rite, swikari shakisha ke nahi tu ene, dar mane eno laage che
chhupai jau chu anyathi, e bhalava deto nathi anyathi, dar mane eno laage che
hareka kshane rahyu che haiyu kotaratum e to marum, atakashe kyam, dar mane eno laage che
haiyammam anandanum kirana jaage chhe, prabhata pahelam chhavashe jo andharum, dar mane eno laage che
roki na shakyo kismatane mara, jaashe ghasadi mane e kyam, dar mane eno laage che
chhavayum che shu bujadilapanum maramam, mali jaashe shu e maramam, dar mane eno laage che
prabhu avaja deto nathi tu shane, hashe bhul koi mari, e vatano, dar mane laage che
|