એ તો જવાના, એ તો જવાના, થયું આયુષ્ય પૂરું જેનું, જગમાંથી એ તો જવાના
ના કાંઈ એ તો રહેવાના, શ્વાસનો દોર તૂટયો, જગમાં જેનો, જગમાંથી એ તો જવાના
થયા પૂરા કર્મના હિસાબ જેના તો જીવનમાં, જગમાંથી એ તો જવાના
પુરા થયા ઋણાનુબંધના સબંધો તો જેવા જીવનમાં, જગમાંથી એ તો જવાના
અકળાઈ ગયા, અકળાયેલા શ્વાસો લેતા તો જે જીવનમાં, જગમાંથી એ તો જવાના
જીવનની પ્રેમની કચાશ પૂરવા, નવા પ્રેમની તો શોધમાં, જગમાંથી એ તો જવાના
કરશો મહેનત ખૂબ એને તો રોકવા, ના એ રોકાવાના, જગમાંથી એ તો જવાના
પાપપુણ્યનો હિસાબ પત્યો, આ દેહનો તો જ્યાં જગમાં, જગમાંથી એ તો જવાના
પ્રેમની લાગણી, પ્રેમના બંધન, ના એને તો રોકી શકવાના, જગમાંથી એ તો જવાના
ગમતી અને અણગમતી સ્મૃતિઓ, એની સાથે એ લઈ જવાના, જગમાંથી એ તો જવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)