Hymn No. 6673 | Date: 10-Mar-1997
|
|
Text Size |
 |
 |
જોતાં તને તો જાગી ગયો, હૈયાંમાં જે ભાવ, છુપાવી ના શક્યો ભાવ જ્યાં
Jota Tane To Jagi Gayo, Haiyyama Je Bhav, Chupavi Na Shakyo Bhav Jya
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
જોતાં તને તો જાગી ગયો, હૈયાંમાં જે ભાવ, છુપાવી ના શક્યો ભાવ જ્યાં એ મજબૂરી તો મારી પ્રભુ, એ ભૂલ તો કાંઈ મારી નથી છીનવી ગઈ હૈયાંની એ ઉદાસીનતા, દઈ ગઈ ઉમંગની લહેર જ્યાં જોતાં તને ડૂબી ગયો યાદોમાં તારી, ભૂલી ગયો યાદો બધી મારી તારી એક નજરની ઝાંખી, જગાવી ગઈ હૈયાંમાં ભાવની ભરતી જ્યાં જીવનની કંટકભરી ક્યારી, તારા પ્રેમમાં લાગી મને પ્રેમની ફૂલવારી દિનરાત યાદમાં તમારી, જાઉં હું ખોવાઈ, જાઉં રાહ બીજી હું ચૂકી તારા વિના મુશ્કેલ બન્યું જીવવું, જ્યાં આત્મીયતાની સરવાણી ફૂટી દુઃખદર્દ તારા વિના કહું હું કોને, જગમાં તારા વિના મારું કોઈ નથી સાદ પાડતાં તું આવી પહોંચે, તું ક્યાં છે, ક્યાં નથી, એ મારે જાણવું નથી હું તો એક અંગ છું તારું, બિંબ પ્રતિબિંબ કાંઈ જુદા પડતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|