Hymn No. 6674 | Date: 10-Mar-1997
|
|
Text Size |
 |
 |
ક્યારે હવે તમે એ સમજશો, ક્યારે હવે તમે એ સમજશો હૈયાંની વાત કહેવી હતી તમને નજરોથી, ઇશારા તમે તો એના હતું છલકાતું તો જે હૈયાંમાં, દેવી છે વાચા, નજરોથી કહીએ છીએ નજરોથી રહી રહીને દૂર, કરી છે હાલત તમે મારી આવી, કહેવી છે એ નજરોથી અંતરની વ્યથાને દેવી છે નજરોની વાચા, કહેવી છે એને તો નજરોથી જાણે ના કોઈ એ બીજું, તકેદારી છે ભરી ભરી, કહેવી છે એને તો નજરોથી પ્રેમ મારા હૈયાંનો, કરે છે વ્યક્ત નજર, રહ્યો છે વહી એ નજરોથી શબ્દોની મથામણ કરવી નથી, કહેવું છે જે કહીશું એને નજરોથી દેવા હશે અમારે જો ઠપકા, દઈશું અમે એ તો નજરોથી એકરાર કે ઇન્કાર, રહીશું અમે કરતાને કરતા, કરશું અમે એ નજરોથી એકવાર પકડી પાડશો તમે નજરો, સમજી જાશો, કહેવું છે જે નજરોથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|