વનરા તે વનની વાટલડીએ, મારે જાવું રે ક્યાં, મારે જાવું રે ક્યાં
દેખાય ના કોઈ વાટડી, કાજળ ઘેરી છે, રાતલડી મારે જાવું રે ક્યાં
જોઈ ના શકે મારી આંખલડી, સૂઝે ના વાટલડી, મારે જાવું રે ક્યાં
અજાણી છે તો વાટલડી, પડી ગઈ છે રાતલડી, મારે જાવું રે ક્યાં
અજ્ઞાત ભયથી રહ્યો છું કંપી, ધડકી રહી છે છાતલડી, મારે જાવું રે ક્યાં
દેખાય ના કોઈ મારગમાં, કરવી કોની સાથે વાતલડી, મારે જાવું રે ક્યાં
છવાઈ ગયું છે એવું અંધારું, દેખાય ના મને મારી આંગળી, મારે જાવું રે ક્યાં
રોઈ રોઈ હવે, થઈ ગઈ છે રે ભીની, તો મારી પાંપલડી, મારે જાવું રે ક્યાં
મળે ના કોઈ પ્રકાશ થઈ ગઈ છે વેરી તો જ્યાં વીજલડી, મારે જાવું રે ક્યાં
રટી રહી છે રે પ્રભુ નામ તમારું, હવે મારી જીભલડી, મારે જાવું રે ક્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)