Hymn No. 6676 | Date: 14-Mar-1997
|
|
Text Size |
 |
 |
1997-03-14
1997-03-14
1997-03-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16663
ખાઈ ના શકીએ જીવનમાં અમે જે પ્રભુ, એવું ના અમને તમે આપોને
ખાઈ ના શકીએ જીવનમાં અમે જે પ્રભુ, એવું ના અમને તમે આપોને કાઢી ના શકીએ મારગ જીવનમાં જેમાંથી એમાં અમને તમે ના નાખો ને દુઃખ આવે ભલે જીવનમાં પ્રભુ, જીરવવા એને, શક્તિ અમને તો આપોને છુપાયો છે તું જગના અણુએ અણુમાં, એ સમજવા દૃષ્ટિ અમને આપોને વિશ્વાસ હોય કે ના હોય હૈયાંમાં, મારા હૈયાંમાં, પરમ વિશ્વાસ સ્થાપોને હાલક ડોલક થાય છે મારી નાવડી સંસારમાં, સ્થિરતા જગમાં એને આપોને લાજી મરીએ, કર્મો તમને જે કહેવાથી, એવા કર્મોથી જગમાં અમને બચાવોને બુદ્ધિ બેહર મારી જાય અમારી, એવા સંજોગોમાં અમને ના નાખોને પ્રેમ ભૂખ્યા મારા આ હૈયાંને તમારા પ્રેમના તરસ્યા હવે ના રાખોને રહીએ જગમાં સદા અમે તમારાં બનીને, પ્રભુ આશીર્વાદ એવા અમને આપોને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khai na shakie jivanamam ame je prabhu, evu na amane tame apone
kadhi na shakie maarg jivanamam jemanthi ema amane tame na nakho ne
dukh aave bhale jivanamam prabhu, jiravava ene, shakti amane to apone
chhupayo che tu jag na anue anumam, e samajava drishti amane apone
vishvas hoy ke na hoy haiyammam, maara haiyammam, parama vishvas sthapone
halaka dolaka thaay che maari navadi sansaramam, sthirata jag maa ene apone
laji marie, karmo tamane je kahevathi, eva karmothi jag maa amane bachavone
buddhi behara maari jaay amari, eva sanjogomam amane na nakhone
prem bhukhya maara a haiyanne tamara prem na tarasya have na rakhone
rahie jag maa saad ame tamaram banine, prabhu ashirvada eva amane apone
|