Hymn No. 6677 | Date: 14-Mar-1997
|
|
Text Size |
 |
 |
એક પત્થરમાં ખીલેલું પુષ્પ છું, પત્થરદિલ ગણી ના લેશો, પત્થર સંગ ભલે વસું છું ના ખાતર પાણીની અપેક્ષા રાખું છું, હું તો પત્થરમાં પણ ખીલું છું ભલે ના હું પ્રખ્યાત છું, ભલે નારીશિરે ના શોભું છું, પત્થર સંગે તો હું રહું છું મારી કોમળતા ને ઋજુતાથી, પત્થરને પીગળાવી, મારગ મારો હું તો કાઢું છું મારી કોમળતા ને ઋજુતાથી, પત્થરની કોમળતા ને સુષુપ્ત ઋજુતાને હું ઢંઢોળું છું કરે ના કરે કોઈ સ્વીકાર મારો, પત્થરના દિલના આસનમાં પણ હું વસું છું વજ્રસમ પત્થરમાં પણ છે કોમળ હૈયું, જીવનમાં જગને જાહેર એ તો હું કરું છું ઋજુતાને, કોમળતાને ચરમ સીમાએ લઈ જાઉં છું, પત્થરને પણ પીગળાવ્યા વિના ના રહું છું કોમળતામાંજ મળે વસવા, તમન્ના નથી, પત્થરમાં મળ્યો છે વસવા, ભાગ્ય મારું ગણું છું વસી પત્થરમાં, નથી પત્થરદિલ બની ગયું, પત્થરને પણ કોમળ દિલ બનાવું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|