નાવડીને, નાવડીને જીવનમાં પાર ઉતારો રે પ્રભુ, તમે મારી નાવલડી
સંસાર સાગર નથી કાંઈ એ તલાવડી, કેમ ચલાવવી એમાં મારી નાવડી
કાજળ ઘેરી તો છે રાતલડી, જોઈ ના શકે કાંઈ એમાં તો મારી આંખલડી
છું તોફાનોથી ઘેરાયેલો હું, કહેવી ક્યાંથી એમાં તો મારી વાતલડી
દુઃખ ઊભરાઈ તો જ્યાં હૈયાંમાં, થઈ જાય ભીની એમાં મારી પાપલડી
જોઈ રહ્યો છું મીટ માંડીને તો રાહ તમારી, જોઈ રહ્યો છું તમારી વાટલડી
ખૂટી ખૂટતી નથી મારી રાતડી, જોઈ રહ્યો છું રાહ, ખૂટે ક્યારે મારી રાતલડી
રહ્યો છું ચલાવતોને ચલાવતો નાવડી, કોણ જાણે પહોંચી છે ક્યાં નાવલડી
ગઈ છે મૂંઝાઈ જીવનમાં મતિ મારી, હવે કેમ કરી જોવી વાટલડી
ઊછળે છે નાવ મારી તો એમાં, કેમ સંભાળવી મારે મારી નાવલડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)