અજાણ તો એ ના હતા, જાણીતા તોયે એ ના બન્યા
પડી હતી અંતરમાં તો જે તીરાડ, જીવનમાં જ્યાં ના એ પૂરી શક્યા
હૈયાંની ઉષ્માને મળી ના વાચા, કડવી યાદો એમાં અડપલા કરતી રહી
કરી કોશિશો ઘણી સમજવા, જીવનમાં તો ના એ સમજી શક્યા
હતા ભલે પાસેને પાસે, હૈયાંમાં તોયે ના, એ તો વસી શક્યા
થઈ ગઈ ઊભી હૈયાંમાં તો જે દીવાલો, ના એને એ તો તોડી શક્યા
સમજવાની ને સમજણની રાખ ઉપર આસન એ તો જમાવી બેઠા
હરેક વાતના તાંતણાં છૂટા પાડતા રહ્યાં, પાછા ના એ સાંધી શક્યા
હતા પાત્રની ખૂબીથી જાણીતા, જીવનમાં ના એને એ અટકાવી શક્યા
વિરોધ દિશામાં મુખ રાખી ઊભા, પાસે હોવા છતાં, દર્શન ના કરી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)