ચિત્તડું મારું રે, ચોરી ગયો શ્યામ, ચોરી ગયો મારો વ્હાલો વ્હાલો ઘનશ્યામ
કરું આંખડી બંધ તો જ્યાં, ત્યાં નીરખું બંસરી લઈ ઊભો વ્હાલો ઘનશ્યામ
મરક મરક નીરખી મુખડું એનું, જાઉં ભૂલી, ત્યાં મારું બધું તો ભાન
આવે એવો ચૂપકિદીથી, ઊભો ના રહે ત્યાં તોયે થઈને એ તો ઠરીઠામ
હર અદામાં, છે મસ્તી ભરી એવી, ભર્યા છે નયનોમાં તો મસ્તીના જામ
કામણગારો છે એ એવો અનોખો, નથી બીજા નયનોનું તો મારે કોઈ કામ
કરું જ્યાં એને યાદ, દિલ રહે ના હાથ, ચિત્ત ચોરી ગયો વ્હાલો ઘનશ્યામ
એની નજરે નજરમાંથી વહે અનોખો તો પ્રેમ, ભરેલા છે એમાં પ્રેમના જામ
એની દૃષ્ટિમાં વિશ્વ સારું દેખાય, એની દૃષ્ટિમાં તો સમાય જગ તમામ
મળી જાય જ્યાં નજર એની નજરની સાથ, મળ્યું વિશ્વનું જાણે મોટું ઇનામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)