કઠપૂતળીનો ખેલ ખેલે ખેલનહારો, દોર ના દેખાય
શ્વાસોશ્વાસ લેવરાવે એ તો, લેવરાવે તેટલા લેવાય
કરે કરાવે આપણી પાસે, રહીને એ તો સદા છુપાઈ
અહં ભરી દીધો છે ઊંડો, મારું-મારું સર્વે દેખાય
લીલા ખેલે એ તો એવી, એ તો સમજી ના સમજાય
લીલામાં રાખે જેને ડૂબ્યા, મતિ રહે એની ભરમાય
વહેલો મોડો ખેલ થાશે પૂરો, ખેલ એનો નહીં સમજાય
દોરી જેણે જોઈ લીધી એની, એ તો એમાં નહીં ભરમાય
કૃપા જેના પર વરસે એની, દોર એને તો દેખાય
ખેલ ખેલતા, રટણ એનું એ તો અહર્નિશ કરતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)