કંઈક ખટકે છે, કંઈક ખટકે છે, જીવનમાં તો, ક્યારેકને ક્યારે, કંઈક તો ખટકે છે
સરળતાથી તો ચાલ્યું જતું જીવન, જગમાં જગની નજરે તો એ તો ખટકે છે
કોઈ ચડે છે ઉપર, કોઈ પડે નીચે, જીવનમાં બંને સ્થિતિમાં, કોઈને કંઈને કાંઈ તો ખટકે છે
વિશ્વાસભરી નજરને તો જગમાં, જગની શંકાભરી નજરોના કાંટા, હૈયાંમાં તો ખટકે છે
અપરાધીઓને તો જીવનમાં, પકડાવાનો તો ડર, હૈયાંમાં તો હરદમ એ ખટકે છે
વિશ્વાસઘાતની રમત રમ્યા જગમાં, ડંખ લાગ્યા હૈયાંમાં, હૈયાંમાં એ તો ખટકે છે
કરવાનું ના કર્યું જીવનમાં, ગુમાવ્યા મોકા તો જીવનમાં, હૈયાંમાં એ તો ખટકે છે
વીતતો ગયો સમય જીવનમાં, મેળવ્યું ના કાંઈ જીવનમાં, હૈયાંમાં એ તો ખટકે છે
લીધો ના મિજાજ કાબૂમાં, ના કહેવાનું કહી ગયા જીવનમાં, હવે હૈયાંમાં તો એ ખટકે છે
કરતા પાપ તો થઈ ગયું, ફૂટી સરવાણી તો પશ્ચાતાપની, હવે હૈયાંમાં તો એ ખટકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)