આવી જા, આવી જા હવે પ્રભુ તું આવી જા, ધીરજ હવે હું લાવું ક્યાંથી
રાહ જોતો રહ્યો જીવનમાં હું તો, રહ્યો છું અથડાતો કુટાતો હું સંજોગોમાં
હતું તનમાં જ્યાં જોમ ને મનમાં ઉમંગ, લડયો હું સંજોગો સામે ઉમંગથી
પ્રેમ હોય ના ભલે ખાલી, દૂરી હજી તેં મિટાવી નથી, ભૂલું ના તોયે તને હૈયેથી
દોમ દોમ સાહ્યબીને મારે શું કરવી, મળે ના જો પ્રભુ તારી મીઠી છાંયડી
જાણે છે જીવનમાં જ્યાં તું બધું, કહી નથી શાને દેતો એક વાતલડી
છે તું મારા શમણાંની તો મૂર્તિ, છે મારા જીવનની તો તું પ્રેરણા મૂર્તિ
વીત્યા સમયની કોઈને જાણ નથી, વીતશે સમય કેટલો, એની ખબર નથી
પ્રેમતણી છે તું તો મૂર્તિ મારી, સ્વીકારજે વાત બધી મારી તું પ્રેમથી
હોય જો ખટકો મનમાં જો તારા, કાઢી નાખજે ખટકાં તું તારા હૈયાંમાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)