પળ બે પળ નબળી પળ, આવે છે સદા જીવનમાં
જાગૃત રહી જાળવી લેજો, એ પળ તમે આ જગમાં
કૈકેયી એ પળ ચૂકી ગયાં, કથા લખાઈ આ રામાયણમાં
દુર્યોધન, યુધિષ્ઠિર પળ ચૂકી ગયા, પરિણમ્યું મહાભારતમાં
વિશ્વામિત્ર સરખા ઋષિ પળ ભૂલી ગયા, નોંધાયું આ પુરાણમાં
કંઈક એવી પળોની નોંધણી, થઈ છે ખૂબ ઇતિહાસમાં
છત્રસાલ, શિવાજી પળે ચેતી ગયા, ઇતિહાસ આ કહી રહ્યા
સમર્થ રામદાસ શબ્દે ચેતી ગયા, વૈરાગ્ય એ તો પામી ગયા
નબળી પળના વમળમાં ફસાઈ, કંઈક જીવનમાં ફેંકાઈ ગયા
જે એ પળ સાચવી ગયા, જીવન અનોખું એ તો જીવી ગયા
ધ્રુવ શબ્દના ઘાથી વ્યથિત થયા, પ્રભુ દર્શન પામી ગયા
જે પળમાં ચેતી ગયા, તેના ઉપર રાધાવર રાજી થયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)