રમત રમી રહ્યાં છે, જીવનમાં તો કોઈ સીધી સાદી તો કોઈ અટપટી
જીવનમાં તો સહુ, કોઈને કોઈ, રમતને રમત રમતું આવ્યું છે
રમે છે રમત કોઈ ખૂન-ખરાબીની, અન્યના જીવન સાથે, રમત રમતું આવ્યું છે
કોઈ લપેટે અન્યને રમતમાં એવા, ના ગંધ એની તો આવવા દે છે
કોઈએ માંડી રમત તો પ્રેમની, તો કોઈ વેરની રમત રમતું આવ્યું છે
જગમાં તો સહુ કોઈ જીવનમાં, કર્મોની રમત તો રમતુંને રમતું આવ્યું છે
ગમા અણગમાની રમતમાંથી બાકાત જગમાં તો ના કોઈપણ રહ્યું છે
જીવનમાં ચડસાચડસીની રમત, જગમાં સહુની તો ચાલુ છે
કોઈ અન્યને નીચા પાડવાની, નીચા દેખાડવાની રમત રમે છે
કોઈ જાળ ફેલાવી પોતાની, અન્યનો શિકાર કરવાની રમત રમે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)