Hymn No. 180 | Date: 25-Jul-1985
|
|
Text Size |
 |
 |
જ્યારે સોંપી છે ચિંતા સર્વે પ્રભુને, ત્યારે વિશ્વાસ તું કેમ નથી રાખતો નવ માસ રક્ષા કરી જેણે ગર્ભમાં, જગમાં આવતા તું તેને વીસરી ગયો એને યાદ તું કરતો કે વિસરતો, તને તારા શ્વાસ તો એજ પૂરતો હરપળે સર્વને સદા યાદ કરતો, સર્વની સંભાળ સદા એ રાખતો દઈને અણમોલ માનવ તન તને, ઉપકાર સદા તુજ પર કરતો માયામાં રહીને ડૂબી, ઉપકાર વીસરી, એનું સ્મરણ કાં તું ચૂકી ગયો અણીની પળોમાં મનડું મૂંઝાઈ જાતાં, માર્ગ જ્યારે જગમાં ના મળશે સ્મરણ કરી એને યાદ કરતા, પ્રકાશ દઈ માર્ગ તારો કરતો મોકળો અનુભવની એરણ પર પ્રસંગો પડતાં, સદા એ શુદ્ધ સાથી ઠરતો આવા એ અણમોલ સાથીમાં, અરે વિશ્વાસ મૂકવું ના ચૂક્તો રહ્યા વિશ્વાસે સદા જે એના, નથી ડૂબવા દીધાં એણે જગમહીં કૃપાથી સદા એને નવરાવી, અંકમાં લઈ સદા એને સાચવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|