ઊંડે ધરતીમાં રહેલ અદીઠ બીજો
અંકુરિત થાતાં વર્ષાથી
સંજોગો સર્જાતા એવા, ઘડાતું પ્રારબ્ધ
ના સમજાતું તેનાથી
પ્રારબ્ધનાં બીજ રહ્યાં છે બહુ ઊંડાં
ના સમજાય અંકુરિત થાશે શેનાથી
કર્મોની ગૂંથણી રચી છે અટપટી કર્તાએ
સમજવી મુશ્કેલ છે ભલભલાથી
પાપીઓનાં પણ પરિવર્તન અજબ થાતાં
શબ્દના એક પ્રહારથી
સુખભર્યા સંસાર કંઈકના સળગ્યા
પ્રારબ્ધની ચાવી ના દેખાતી
અતૂટ દેખાતી મિત્રતામાં, પડશે તરાડ ક્યારેક
કર્તાની બાજી ના સમજાતી
વર્ષોનાં વર્ષો દુશ્મનાવટ જ્યાં પાંગરતી
મિત્રતામાં એ ક્યારે પલટાતી
કર્તાના પ્રેમની વર્ષા વરસશે, ક્યારે
ભીંજવશે એ ધરતી હૈયાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)