ખોટી આશાઓ પાછળ દોડી, થાકીશ જીવનમાં, મૃગજળ કાંઈ પીવાતું નથી
મૃતઃપ્રાય આશાઓના વધ્યા ખડકલા જીવનમાં, મડદા કાંઈ બોલતા નથી
દૂરને દૂર રહેજે તું, આગને આગથી જીવનમાં, દઝાડયા વિના એ રહેતી નથી
દુર્વૃત્તિઓ સાથે ખેલજે ના ખેલ તો તું જીવનમાં, દુઃખ દીધા વિના એ રહેતી નથી
હવાના આધારે, રચાય ના મહેલ કાંઈ જીવનમાં, મહેલ એ તો કાંઈ એ ટકતા નથી
પ્યાર વિનાનો સંસાર તો સદા તો જીવનમાં, સાકર વિના કંસાર તો ખવાતો નથી
મન મર્કટને રાખજો તો સદા કબૂમાં જીવનમાં, મદિરા પાવાની જરૂર નથી
સત્ય તો લાગે છે કડવું સદા તો જીવનમાં, સત્યને કાંઈ છોડાતું નથી
અંદાજ વિનાના ઘૂંટશો એકડા જો જીવનમાં, મહેનત એમાં ફળવાની નથી
કિસ્મતે મારી છે લાત તો જેને જીવનમાં, દાઝ્યા પર ડામ દેવાની જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)