Hymn No. 186 | Date: 03-Aug-1985
|
|
Text Size |
 |
 |
1985-08-03
1985-08-03
1985-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1675
ઓ મારી ત્રિશૂળધારી મા, ત્રિશૂળ તારા હાથમાં લેજે
ઓ મારી ત્રિશૂળધારી મા, ત્રિશૂળ તારા હાથમાં લેજે કરવા પાપીઓનો સંહાર, માડી લેતી તું એ સદાએ - ઓ ... સંકલ્પથી સૃષ્ટિ ચલાવતી, સિંહે સવારી કેમ કરે સંકલ્પથી સર્વે પહોંચતી, માયાથી સર્વેને કેમ બાંધે - ઓ ... દેવો ઋષિઓના કાર્યો કરતી, માનવને કર્મથી કેમ બાંધે વિશ્વાસે નામ લેતા જે સદાયે, દર્શન દેવા તું દોડી આવે - ઓ ... સંકટ સમયે તને જે પોકારે, દોડતી સદા તું એની વ્હારે ભક્તોના હૈયે વાસ કરીને, હૈયા એના આંસુથી પીગળાવે - ઓ ... જે જે રહેતા તારા આધારે, જરૂરિયાત તેની તું પહોંચાડે કરવા સહાય તૈયાર તું સદાયે, ડૂબતી નાવ તું બચાવે - ઓ ... મેલા મનના માનવી દ્વારે આવે, આંસુથી તને જ્યારે પુકારે ધોઈ, મેલ એને શુદ્ધ બનાવે, હૈયે તું સદા લગાવે - ઓ ... જડ અને ચેતન, માનવ અને પ્રાણી નાચે તારા ઈશારે લૂલા ને લંગડા, બહેરાં ને મૂંગા, માડી સર્વે તને પુકારે - ઓ ... યોગીઓ ને રોગીઓ, પાપીઓ ને ભક્તોની અરજ તું સ્વીકારે આ બાળકની અરજ સ્વીકારી, `મા' ક્યારે તું હૈયે લગાવે - ઓ ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
o maari trishuladhari ma, trishul taara haath maa leje
karva papiono sanhara, maadi leti tu e sadaay - o ...
sankalpathi srishti chalavati, sinhe savari kem kare
sankalpathi sarve pahonchati, maya thi sarvene kem bandhe - o ...
devo rishiona karyo karati, manav ne karmathi kem bandhe
vishvase naam leta je sadaye, darshan deva tu dodi aave - o ...
sankata samaye taane je pokare, dodati saad tu eni vhare
bhaktona haiye vaas karine, haiya ena ansuthi pigalave - o ...
je je raheta taara adhare, jaruriyata teni tu pahonchade
karva sahaay taiyaar tu sadaye, dubati nav tu bachave - o ...
mel mann na manavi dvare ave, ansuthi taane jyare pukare
dhoi, mel ene shuddh banave, haiye tu saad lagave - o ...
jada ane chetana, manav ane prani nache taara ishare
lula ne langada, baheram ne munga, maadi sarve taane pukare - o ...
yogio ne rogio, papio ne bhaktoni araja tu svikare
a balakani araja svikari, 'maa' kyare tu haiye lagave - o ...
|