કોઈ આશા તોડે છે, કોઈ આશા લૂંટે છે, જીવનસંગ્રામમાં બંને બને છે
કોઈ બુજદિલ રહે છે, કોઈ સાહસ ખેડે છે, જીવનસંગ્રામમાં બંને મળે છે
કોઈ સીધા ચાલે છે કોઈ આડા ફાટે છે, જીવનસંગ્રામમાં બંને મળે છે
કોઈ કોમળ મળે છે કોઈ રૂક્ષ મળે છે, જીવનસંગ્રામમાં બંને મળે છે
કોઈ જીતના હાર પહેરે છે, કોઈ હારના ખાસડા પહેરે છે, જીવનસંગ્રામમાં બંને મળે છે
કોઈ કપટને છુપાવે છે, કોઈના કપટ પકડાય છે, જીવનસંગ્રામમાં બંને મળે છે
કોઈ આધાર ગોતતા ફરે છે, કોઈના આધાર સહુ ગોતે છે, જીવનસંગ્રામમાં બંને જોવા મળે છે
કોઈ પસ્તાવામાં શીખે છે, કોઈ પસ્તાવામાં રડે છે, જીવનસંગ્રામમાં બંને જોવા મળે છે
કોઈ સચ્ચાઈમાં ખીલે છે, કોઈ સચ્ચાઈથી દૂર ભાગે છે, જીવનસંગ્રામમાં બંને જોવા મળે છે
કોઈના સુખના દ્વાર ખુલે છે, કોઈ સુખના દ્વાર બંધ કરે છે, જીવનસંગ્રામમાં બંને જોવા મળે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)