યુગો યુગોથી ચાહું, કરવાને કરવા તો પહેચાન તો તારી
સમજાતું નથી તો જીવનમાં, કેમ રહી ગયો અજાણ તું મારાથી
કોશિશોને કોશિશો રાખું હું જારી, સફળતામાં નથી મળી મને યારી
નથી તારાથી કોઈ વાત અજાણી, રાખે છે વાત શાને તું છુપાવી
ક્ષણની ઝલક તો છે ક્ષણની પહેચાન, કયાં સુધી તો એ ટકવાની
સમગ્ર વિશ્વમાં વ્યાપ્યો છે તું, છે પહેચાન તારી જગમાં તો પહોંચાયેલી
જાય મળતી પહેચાન તારી બધેથી, લાગે તોયે એ તો અધૂરીને અધૂરી
બુદ્ધિની બહાર છે પહેચાન તારી, કેમ કરીને જીવનમાં એને મેળવવી
ભાવભીનું હૈયું ને સૂક્ષ્મ શુદ્ધ બુદ્ધિ, પડે જીવનમાં એમાં એ તો જરૂરી
એકવાર તો દઈ દે પહેચાન તારી, દઈ દેજે પહેચાન તારી તો પૂરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)