મારો કિનારો તો છે તું, મારી નાવડી પણ છે તું
નાવિક બનીને રે પ્રભુ, ચલાવજે સંસારમાં એને તું ને તું
નથી અંધારાનું કોઈ કામ મારે, નથી અજવાળાનું કોઈ કામ મારે
સોંપી છે નાવડી જ્યાં તને પ્રભુ, ચલાવજે બંનેમાંથી એને તું ને તું
રસ્તો ના જાણું, જાણું ના દિશા જીવનની તો હું
સોંપી જ્યાં નાવડી તને પ્રભુ, પાર ઉતારજે એને તું ને તું
ભલે આવે જીવનમાં તો તોફાનો, ભલે જાગે જીવનમાં તો વમળો
ચિંતા નથી કોઈ હૈયાંમાં મને પ્રભુ, ચિંતા મારી કરનારો છે તું ને તું
મનમોજા રહે ઊછળતા હૈયાંમાં, નાવડી ડોલે ભલે એમાં
સંભાળવી નાવડી ક્યાંથી મારે પ્રભુ, સંભાળનાર એનો તો છે તું ને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)