હોય પહેચાન પુરાણી દિલની, પહેચાન નવી તો તું કરી લે
જાગ્યું છે દર્દ, જે તારા દિલમાં, એકરાર એનો તો તું કરી લે
થઇ દર્દે દર્દે દીવાનો, ફરીશ ક્યાં સુધી તું, દર્દનો એકરાર કરી લે
પહેચાને પહેચાને, તડપે છે દિલ તારું, દિલને ના નિશાન તું બનાવી દે
આગળ પાછળ છે દર્દના સાગર, તરવું એમાં તો તું શીખી લે
વખતે વખતે દર્દ બદલાશે, દર્દે દર્દે, પહેચાન તું તાજી કરી લે
હોય પહેચાન દિલમાં પુરાણી, દિલમા યાદ એની તું નવી કરી લે
દિલ ઘવાશે દર્દ તો જરૂર થાશે, દિલને સંભાળીને તો તું રાખી લે
દિલ રહ્યું છે સાથેને સાથે, રહ્યું છે ખેલ ખેલતું, ખેલ એના તું સમજી લે
દિન પર દિન, રહે છે એ વેશ બદલતું, વેશ એના તો તું ઓળખી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)