ક્યાં ક્યાં ફરું ને શું શું કરું, વિચાર એનો તો આવતો નથી
ખયાલોને ખયાલોમાં ગયો છું ડૂબી, બીજા ખયાલો તો આવતા નથી
ના નીરાશ છું, ના હતાશ છું, આશ પૂરી તોયે કરી શક્યો નથી
રમું છું તો કિસ્મત સાથે, રમાડી રહ્યું છે કિસ્મત એ સમજી શક્યો નથી
ઇંતેઝારી તો છે એ દિવસની, ઘડી મિલનની તો એ આવતી નથી
રહ્યો છું તો કરતોને કરતો, કરું છું શું, ખયાલ એનો તો આવતો નથી
રાતદિવસ રહ્યાં વીતી મેળવ્યું કે ગુમાવ્યું શું, હિસાબ એનો માંડયો નથી
હરપળને હરઘડી, રહ્યો છું કાંઈક કરતો, સરવાળો એનો તો કર્યો નથી
સંભવિતને અસંભવિતની નદીયોમાંથી રહ્યાં પસાર થાતા, હાથમાં આવ્યું શું જોયું નથી
આમને આમ સમય વ્યતિત થાતો રહ્યો, નાવડી કાળને કિનારે પહોંચ્યા વિના રહી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)