ઘેરાયેલ વાદળ, એક દિવસ તો વિખરાશે, સુખનો સૂરજ તો ઊગી જાશે
સમયનો પવન તો જ્યાં ફરશે, વાદળ તો વિખરાશે, સુખનો સૂરજ ઊગી જાશે
વાદળો ઘેરાશે જ્યાં ચારે દિશાઓથી, દિશા તો ના એમાં એ સુઝવા દેશે
સુખનો સૂરજ તો હતો તો આકાશે, વાદળો હટયા વિના ના એ દેખાશે
વાદળો ધીરે ધીરે જ્યાં એક થાશે, ચારે બીજુથી એમાં તો તું ઘેરાઈ જાશે
વચ્ચે વચ્ચે, વીજળીઓ તો થોડી ચમકશે, પથ થોડો એમાં તને દેખાશે
વાદળો વિખરાયા વિના તો જીવનમાં, સુખનો સૂરજ તો ના ઊગી શકશે
પડશે જોવી રાહ તો વાદળો વિખરાવાની, એના વિના સૂરજ ના દેખાશે
ક્યારેકને ક્યારેક પવન તો જરૂર વાશે, વાદળોને તો એ વિખેરી જાશે
કદી કોઈ વાદળ વરસી વરસી ખાલી થાશે, અંતે એ તો વિખરાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)