Hymn No. 196 | Date: 17-Aug-1985
|
|
Text Size |
 |
 |
1985-08-17
1985-08-17
1985-08-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1685
અમૃત ભરેલો જામ છે હાથમાં તારા
અમૃત ભરેલો જામ છે હાથમાં તારા, કેમ તું એ ઢોળી નાખે માનવ તન અણમોલ મળ્યો છે તને, કેમ તું એને વેડફી નાખે શ્વાસેશ્વાસ મળ્યા છે બંધન તોડવા તારા, કેમ તું એ વેડફી નાખે પુણ્યની મૂડી લઈને આવ્યો છે તારી, કેમ તું એ ખોટી ખર્ચી નાખે ભેદભાવ ભરી દૃષ્ટિમાં તારી, કેમ તું પ્રભુ દર્શન રોકી રાખે પ્રેમને હૈયામાંથી કાઢીને તારા, કેમ તું હૈયે વેર ભરી રાખે અસંતોષ હૈયે ભરીને ખૂબ તારા, કેમ તું અશાંતિ નોતરી રાખે કામક્રોધમાં હૈયું ડુબાવીને તારું, કેમ તું પ્રભુને દૂર રાખે દયા ધર્મ હૈયેથી કાઢીને તારા, કેમ તું બંધન બાંધી રાખે પ્રભુ સ્મરણથી હૈયું ભરી દે તારું, એ મોક્ષના દ્વાર ખુલ્લાં કરી નાખે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anrita bharelo jham che haath maa tara,
kem tu e dholi nakhe
manav tana anamola malyo che tane,
kem tu ene vedaphi nakhe
shvaseshvasa malya che bandhan todava tara,
kem tu e vedaphi nakhe
punyani mudi laine aavyo che tari,
kem tu e khoti kharchi nakhe
bhedabhava bhari drishtimam tari,
kem tu prabhu darshan roki rakhe
prem ne haiyamanthi kadhine tara,
kem tu haiye ver bhari rakhe
asantosha haiye bhari ne khub tara,
kem tu ashanti notari rakhe
kamakrodhamam haiyu dubavine tarum,
kem tu prabhune dur rakhe
daya dharma haiyethi kadhine tara,
kem tu bandhan bandhi rakhe
prabhu smaranathi haiyu bhari de tarum,
e mokshana dwaar khulla kari nakhe
|
|