હાલ રે મનવા તૈયારી કરી લે, જાવું છે આપણે `મા' ને મળવા
મેલાં તારાં કપડાં ચોખ્ખાં કરી લે, જાવું છે આપણે `મા' ને મળવા
બોજો તારો ફેંકીને હળવો બનજે, જાવું છે આપણે `મા' ને મળવા
કૂદાકૂદી તારી હવે ઓછી કરજે, જાવું છે આપણે `મા' ને મળવા
હવે તું `મા' ને મળવા તન્મય થાજે, જાવું છે આપણે `મા' ને મળવા
ખોટી તારી દોસ્તી હવે તું છોડજે, જાવું છે આપણે `મા' ને મળવા
પ્રેમથી હૈયે શુદ્ધ ભાવ ભરી લે, જાવું છે આપણે `મા' ને મળવા
જોજે હવે તું પાછો ના હઠજે, જાવું છે આપણે `મા' ને મળવા
મળતાં એને નહીં જાશે તું બીજે, જાવું છે આપણે `મા' ને મળવા
સાથ મળતાં તારો મને, જાશું રે આપણે `મા' ને મળવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)