કઇ ચાવીથી ખૂલશે ભાગ્ય જીવનમાં, ના કોઈ એ તો કહી શકશે
કોશિશો ને કોશિશો કર્યા વિના, ચાવી એની, જીવનમાં તો ના મળશે
બેસી રહેવાથી તો જીવનમાં, ભાગ્ય જગમાં તો એમનું એમ રહેશે
કદી ઉપર તો કદી નીચે, જીવનમાં એ તો, ધક્કા મારતું તો રહેશે
નિરાશાઓમાં ને નિરાશાઓમાં જે ડૂબી જાશે, ચાવી ક્યાંથી એને મળશે
ચાવીથી ભાગ્ય ખેલ્યા વિના, ભાગ્ય જીવનમાં તો ક્યાંથી ચમકશે
જે ચાવીથી ખૂલશે ભાગ્ય, જીવનમાં એજ ચાવીથી ભાગ્ય ખૂલશે
સુખની સમૃદ્ધિ, દુઃખના દરિયા એ તો એજ જાણે, એ શું આપશે
કદી કરે એવું જગમાં જીવનમાં એ તો, એમાંને એમાં અટવાવી નાંખશે
અન્યના ભાગ્યથી જે જલતા રહેશે, જીવનમાં ચાવી એને ક્યાંથી મળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)