કલ્પના મારી તો, મારી આંખ સામે તો નૃત્ય કરી રહી
જીવનભર ન નાચનારાને પણ એમાં મેં તો નાચતા દીઠા
મુખ પર હાસ્ય ફરક્યું નથી જીવનમાં, ખડખડાટ હસતા એને મેં એમાં દીઠા
દુઃખદર્દથી તંગ રહેતો ચહેરો, મુખ ઉપર આનંદની છોળો ઊછળતી દીઠી
અશક્ત અને નંખાયેલા શરીરને, શૌર્યથી ચમકતા એમાં મેં તો દીઠા
ક્રોધ ને કરડાકીભર્યા ચહેરાને, એમાં મેં તો નરમાશથીભર્યા તો દીઠા
આંસુઓ સરક્યા નથી જેના નયનોમાંથી, એના નયનોમાંથી આંસુઓ સરકતા દીઠા
શાંતીભર્યા રહ્યાં તો જે જીવનભર, એને એમાં મેં તો લડતા ઝઘડતા દીઠા
અકડાઈ ને અતડાં રહ્યાં જે જીવનભર, એને મેં ઘૂંટણિયે પડતાં એમાં દીઠા
આવ્યા ના કદી પ્રભુ તો જે ધ્યાનમાં, એને મેં એમાં તો હસતા દીઠા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)